૧ WWF (વિન્ડો વર્કફલો ફાઉન્ડેશન )
૨ WCF (વિન્ડો કોમ્યુનીકેશન ફાઉન્ડેશન)
૩ WPF (વિન્ડો પ્રેઝનટેશન ફાઉન્ડેશન)
૪ CardSpace (કાડૅ સ્પેસ)
અને .net 3.0 મા LINQ (લીન્ક) મોડયુલ ઉમેરતા તે .net 3.5 ફ્રેમવર્ક બને છે.
તો ચાલો આપણે તેની પ્રાથમિક માહિતી મેળવીએ.
૧ WWF (વિન્ડો વર્કફલો ફાઊંડેશન્ ) :
અને .net 3.0 મા LINQ (લીન્ક) મોડયુલ ઉમેરતા તે .net 3.5 ફ્રેમવર્ક બને છે.
તો ચાલો આપણે તેની પ્રાથમિક માહિતી મેળવીએ.
૧ WWF (વિન્ડો વર્કફલો ફાઊંડેશન્ ) :
વિન્ડો વર્કફલો ફાઊંડેશન એટલે કોઇ કાર્ય કરવા માટે ના શ્રેણીબધ પગલા, નિર્ણય અને નિયમોનુ આલેખન
આજના આધુનીક સોફ્ટ્વેર યુગમાં, જ્યાં SOA(software oriented Architecture) એટલે કે સોફ્ટવેર ઑરીએંટેડ આર્કિટેક્ચર નો ઉપયોગ કરીને સોફ્ટવેર બનાવવામા આવે છે ત્યારે WWF ઘણુ ઉપયોગી નીવડે તેમ છે. કારણક SOA વાળા સોફ્ટવેરમાં business logic(ધંધા સૂઝ) અને તેનુ implementation (અમલીકરણ ) વચ્ચે સ્પષ્ટ ભેદરેખા જળવવી જરુરી છે. એટલે અંહિયા WWF નો ઉપયોગ business logic(ધંધા સૂઝ)નુ આલેખન કરવા માટે વાપરી શકાય છે. અને ત્યાર બાદ તેને કોઈ પણ .net એપલિકેશનમાં હોસ્ટ કરી શકાય છે. નીચે આપેલા નેમસ્પેસ(namespace)નો ઉપયોગ કરી નવા વર્કફલોના કોડિંગની કરી શકાય છે. માટે તેને નવા વર્કફલોના કોડિંગની ફાઇલમાં ઇન્ક્લૂડ કરવા જરુરી છે.
using System.Workflow.ComponentModel.Compiler;
using System.Workflow.ComponentModel.Serialization;
using System.Workflow.ComponentModel;
using System.Workflow.ComponentModel.Design;
using System.Workflow.Runtime;
using System.Workflow.Activities;
using System.Workflow.Activities.Rules;
૨ WCF (વિન્ડો કોમ્યુનીકેશન ફાઉન્ડેશન)
વિન્ડો કોમ્યુનીકેશન ફાઉન્ડેશન એટલે જુદી જુદી એપલીકેશન અથવા પ્રોસેસ વચ્ચેની આંતરી સંચાર વ્યવસ્થા માટેની સામાન્ય વ્યવસ્થા. જે SOA(software oriented Architecture) એટલે કે સોફ્ટવેર ઑરીએંટેડ આર્કિટેક્ચર ના અમલીકરણ વાળા સોફ્ટવેર માટે જરુરી છે. .NET 2.0 ની અંદર એપલીકેશન/પ્રોસેસ વચ્ચેની આંતરી સંચાર વ્યવસ્થા માટે નીચે જણાવેલ વ્યવસ્થા ઉપલબ્ધ છે.
૧. SOAP પ્રોટોકૉલ વાળી વેબ સર્વિસ(web service)
૨. બાઇનરી(binary)/શોપ્(SOAP)/કસ્ટમ(custom) પ્રોટોકૉલ વાળી ડોટનેટ રીમોંટીંગ્( .NET Remoting)
3. transactional communications
4. એસિંક્રોનસ કોમ્યુનિકેશન્ (MSMQ)
ઉપરોક્ત ચારે સંચાર વ્યવસ્થાના એકીકરણ કરીને વિન્ડો કોમ્યુનીકેશન ફાઉન્ડેશનની રચના કરવામા આવી છે. WCF ના ઉપયોગથી distributed application(ડિટ્રિબ્યુટેડ ઍપ્લિકેશન)ની આંતરી સંચાર વ્યવસ્થા ના કોડીંગ માટે મજબુત માળખુ પુંરુ પાડે છે. નીચે આપેલા નેમસ્પેસ(namespace)નો ઉપયોગ કરી નવા WCFનુ કોડિંગની કરી શકાય છે. માટે તેને WCFના કોડિંગની ફાઇલમાં ઇન્ક્લૂડ કરવા જરુરી છે.
using System.Runtime.Serialization
using System.ServiceModel
using System.ServiceModel.Configuration
using System.ServiceModel.Description
using System.ServiceModel.MsmqIntegration
using System.ServiceModel.Security