ઈન્ડેક્ષ એટલે અનુક્રમ, ડેટાબેઝનો ડેટા ઝડપથી મેળવી શકાય તેના માટે ડેટાબેઝના ડેટાની ગોઠવણને ઈન્ડેક્ષ કહે છે. SQL ડાટાબેઝમા મુખ્યત્વે બે જાતના ઈન્ડેક્ષ એટલે અનુક્રમ હોય છે.
૧) Clustered Index (વૃંદ અનુક્રમ)
૨) Non Clustered Index (અવૃંદ અનુક્રમ)
Clustered Index માં ડેટાબેઝમા ડેટાના વાસ્તવિક ગોઠવણ(physical arrangement) ના અનુક્રમ(index)ને વૃંદ અનુક્રમ(Clustered Index) કહે છે. જ્યારે ડેટાબેઝમા ડેટાના તાર્કીક ગોઠવણ(logical arrangement) ના અનુક્રમ(index)ને અવૃંદ અનુક્રમ(non-Clustered Index) કહે છે. તેથી ડેટાબેઝમા વૃંદ અનુક્રમ(Clustered Index) એક જ હોય છે કારણકે વાસ્તવિક ગોઠવણ(physical arrangement) માત્ર એક જ રીતે શક્ય છે. જ્યારે અવૃંદ અનુક્રમ(non-Clustered Index) એક કરતા વધારે હોય શકે છે. કારણકે તાર્કીક ગોઠવણ(logical arrangement) એક કરતા વધારે શક્ય હોય છે.
No comments:
Post a Comment